દેના બેંક, બરોડા બેંક અને વિજયા બેંકના એકત્રીકરણનો દેશના નવ સંગઠનોએ વિરોધ કરવાનો નિર્ણય કર્યો છે અને આગામી તારીખ ૨૬ મી ડિસેમ્બરે દેશ વ્યાપી હડતાળની જાહેરાત કરી છે. યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયનના નેજા હેઠળ દેશભરના નવ લાખ બેન્ક કર્મચારીઓ એક દિવસની પ્રતીક હડતાળ પાડશે. સરકાર યોગ્ય પ્રતિભાવ નહીં આપશે તો આગળનો કાર્યક્રમ નક્કી કરશે. ભારતમાં વસ્તીના પ્રમાણમાં બેંકોની શાખાઓ ઓછી છે ત્યારે બેંકોની શાખાઓનો વ્યાપ વધારવાને બદલે એકત્રીકરણથી શાખાઓ ઘટશે એમ યુનિયને જણાવ્યું છે. મર્જરને કારણે બેંકોની શાખાઓ બંધ થયેલ છે, બેંકના ડૂબતા લેણાંમાં વધારો થયેલ છે. એકત્રીકરણથી ડૂબત લેનારાઓની વસૂલી કોઈ ફેરફાર થયો નથી. આજની તાતી જરૂરિયાત ડૂબત લેણાની વસૂલીનો છે. (ANN NEWS)