A part of Indiaonline network empowering local businesses
Chaitra Navratri

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહના

News

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારાધોરણ બાર વિજ્ઞાન પ્રવાહના ગણિત સહિતના મુખ્ય ચાર વિષયોના ઉત્તરવહીના અવલોકનમાટેની ફી માં પચાસ ટકા ઘટાડો કરવામાં આવ્યા છે.બોર્ડની સત્તાવાર યાદી મુજબ ગણિત, ભૌતિક , રસાયણ અને જીવવિજ્ઞાનની ઉત્તરવહીઓના અવલોકન માટેની વિષય દીઠ ફી 300 રૂપિયા હતી, તે ગઈકાલથી ઘટાડીને 150 રૂપિયા કરવામાં આવી છે.

26 મે થી અવલોકન અરજી ઓનલાઇન માધ્યમથી કરવાની શરૂ કરાઈ હતી.26થી 27 મી મે સવારના સાડા દશ સુધીમાં જે વિદ્યાર્થીઓએ વિષય દીઠ 300 રૂપિયા ફીચૂકવી છે, તેવા અરજદારોને તેઓ રૂબરૂ અવલોકન માટે હાજર રહે ત્યારે વિષય દીઠ 150રૂપિયાની પરત ચૂકવણી કરાશે. શિક્ષણમંત્રીએ કોવિડના લીધે ઊભી થયેલી પરિસ્થિતિને ધ્યાનમાં લઈને અવલોકન માટેની ફી માં ઘટાડો કરવા કરાયેલા સૂચનને ધ્યાનમાં લઈ બોર્ડે આ નિર્ણય લીધો હતો. (AIR NEWS)

1422 Days ago