Promote your Business

અખિલ ભારત સાવરકર સમુદ્ર તરણ સ્પર્ધામાં સુરતનો ઋતુવિક ભાજીવાલા જ્યારે સુરતની મોનિકાએ પ્રથમ સ્થાન મેળવ

News

રાષ્ટ્રીય કક્ષાની 31મી અખિલ ભારત વીર સાવરકર સમુહ તરણ સ્પર્ધામાં ભાઈઓના વિભાગમાં સુરતનો ઋતુવિક ભાજીવાલા પ્રથમ સ્થાન મેળવ્યું છે. જ્યારે બહેનોમાં સુરતની મોનિકાએ પ્રથમ સ્થાન મેળવ્યું છે.
અમારા ગીર સોમનાથ જિલ્લાના પ્રતિનિધિ જણાવે છે કે, ગઈકાલે ચોરવાડથી વેરાવળ વચ્ચેના દરિયામાં તરણ સ્પર્ધા યોજાઈ હતી. જેમાં ભાઈઓ માટે ચોરવાડથી વેરાવળ 21 નોટીક્લ માઇલ અને બહેનોમાં આદ્રીથી વેરાવળ 16 નોટીક્લ માઇલ અંતર રાખવામાં આવ્યું હતું. ગુજરાત સહિત અન્ય રાજ્યના તરવૈયા સ્પર્ધકોએ પણ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો. કુલ 19 સ્પર્ધકોમાં 12 છોકરાઓ અને સાત છોકરીઓ જોડાઈ હતી. 14થી વધુ બોટો આ સ્પર્ધા માટે કાર્યરત કરાઈ હતી.
સુરતનો ઋતુવિક ભાજીવાલાએ ચોરવાડથી વેરાવળ ૨૧ કિલોમીટર દરિયામાં નોટીમાઇલ સાત કલાક અને ૩૮ સેકન્ડમા પુર્ણ કર્યુ હતું જ્યારે બીજો નંબર સુરતનો ઉનમીષ એચે ૨૧ નોટીમાઇલ ૭ કલાક અને ૧૦ મીનીટ અને ૫૩ સેકન્ડમા પુર્ણ કર્યુ હતું જ્યારે વડોદરાનો કપીલ ભાવસાર ૨૧ નોટીમાઇલ ૭ કલાક ૧૩ મીનીટ ૨૨ સેકન્ડ સતત દરિયામાં તરીને આ સાહસિક સ્પર્ધમા ત્રીજું સ્થાન મળવ્યું. જ્યારે બહેનોને સુરતની મોનીકાએ ચાર કલાક ૩૯ મિનિટ અને ૨ સેકન્ડ મા આદ્રી થી વેરાવળ સુધી ૧૬ નોટીકલ માઇલ દરિયામાં સતત તરી અને પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું. સુરતની સેલર ૨૪ મીનીટ ૪૯ સેકન્ડમા સ્પર્ધ પુર્ણ કરી અને બીજો નંબર મેળવ્યો હતો. (AIR NEWS)

55 Days ago

Download Our Free App