Best for small must for all

અમદાવાદથી કેવડીયા વચ્ચે શરૂ થનાર સી-પ્લેન ટેસ્ટીંગ માટે અમદાવાદ આવી પહોંચ્યું.

news

અમદાવાદના રિવરફ્રન્ટથી સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડિયા વચ્ચે શરૂ થનારી સી-પ્લેનની સુવિધાનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 31મી ઓક્ટોબરે ઉદ્દઘાટન કરવાના છે. તે માટે સી-પ્લેન ગઇકાલે રિવરફ્રન્ટ ખાતે લેન્ડિંગ થતાં નાગરિકોને સી-પ્લેન નિહાળવાનો લ્હાવો મળ્યો હતો. આ માટે નદીમાં પાણીનું યોગ્ય લેવલ રાખવામાં આવ્યું છે. પાણીમાંથી જ ઉડાન ભરી શકતા અને લેન્ડિંગ કરી શકતા સી-પ્લેન માટે રિવરફ્રન્ટ ખાતે જેટી બનાવવાથી લઇને જરૂરી ટેકનીકલ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે.
કેવડિયાથી સી પ્લેન લઇને આવેલા અધિક મુખ્ય સચિવ ડો. રાજીવ ગુપ્તાએ તેને રોમાંચક સફર ગણાવી ટવીટ કરતા કહ્યું હતું કે, પ્રવાસન અને ઉડ્ડયન ક્ષેત્રના ઇતિહાસમાં સી-પ્લેનના આગમનથી નવું પ્રકરણ શરૂ થવા પામ્યું છે. જે પ્રવાસન ક્ષેત્ર માટે ગેમ ચેન્જર સાબિત થશે. અમદાવાદમાં આગમન પૂર્વે સી-પ્લેન ગોવાના વોટર એરોડ્રોમથી કેવડિયા ખાતે સરદાર સરોવરના તળાવ નંબર 3માં ઉતર્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, કેવડિયાથી સી-પ્લેન અમદાવાદ રિવર ફ્રન્ટ આવી પહોંચતા મોટી સંખ્યામાં લોકો સી-પ્લેન જોવા ઉમટી પડયા હતા.
પ્રધાનમંત્રી 31મી ઓક્ટોબરે અમદાવાદ આવવાના છે ત્યારે અમદાવાદ શહેર પોલીસે વિમાની મથક સહિત રિવરફ્રન્ટ અને સમગ્ર શહેરમાં ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો છે. (AIR NEWS)

356 Days ago

Video News

Download Our Free App

Advertise Here