A part of Indiaonline network empowering local businesses

અમદાવાદમાં ભગવાન જગન્નાથની જળયાત્રા આજે યોજાઇ.

News


અમદાવાદમાં ભગવાન જગન્નાથની જળયાત્રા આજે યોજાઇ, મોટી સંખ્યામાં ભક્તો જળયાત્રામાં જોડાયા હતા.. 108 કળશના જળથી ભગવાનનો જળાભિષેક કરવામાં આવ્યો. ભગવાન જગન્નાથ અને ભાઈ બલરામને ગજવેશ ધારણ કરાવવામાં આવ્યો હતો અને સાંજે 5 વાગ્યે ભગવાન જગન્નાથ ભાઇ બલરામ અને બહેન સુભદ્રાને તેમના મોસાળ સરસપુર ખાતે લઇ જવામાં આવ્યા છે.
ભાવનગરમાં પણ ભગવાન જગન્નાથજીનો જળાભિષેકનો કાર્યક્રમ યોજાયો હતો. દર વર્ષની પરંપરા મુજબ આગામી 20 જૂને ભગવાન જગન્નાથની ૩૮મી રથયાત્રા યોજાશે.
પવિત્ર યાત્રાધામ દ્વારકા ખાતે દ્વારકાધીશ મંદિરમાં જેઠ સુદ પૂનમના દિવસે જયેસ્ઠાભિષેકની ઉજવણી શરૂ કરવામાં આવી છે. ભગવાન દ્વારકાધીશજીને આમરસ અને અઘોર કુંડના પવિત્ર પાણી દ્વારા ખુલ્લા પડદે સ્નાન કરાવવામાં આવ્યું હતું. મોટી સંખ્યમાં ભક્તોએ ભગવાનના ખુલ્લા પડદે સ્નાન દર્શનનો લાભ લઇ ધન્યતા અનુભવી હતી..હમણા થોડી જ વારમાં દ્વારકા ખાતે જળયાત્રા ઉજવાશે અને ખાસ “નાવ મનોરથ”ના દર્શનનો લાભ ભક્તો લઇ શકશે. (AIR NEWS)

116 Days ago