પશ્વિમિ રેલવેના અમદાવાદ ડિવિઝનની 13 જેટલી ટ્રેનો 21મી ફેબ્રુઆરી સુધી રદ કરવામાં આવી છે.
મહેસાણા - જગુદણ સ્ટેશનો વચ્ચે રેલવે લાઇન ડબલ કરવાની થઈ રહેલી કામગીરી અને મહેસાણા ખાતે યાર્ડ રિમોડલિંગની કામગીરીના લીધે 13 ટ્રેનો 21 ફેબ્રુઆરી સુધી રદ કરવામાં આવી છે.
જેમાં જોધપુર - સાબરમતી એક્સપ્રેસ, સાબરમતી - મહેસાણા સ્પેશલ, મહેસાણા - આબુરોડ સ્પેશલ, મહેસાણા - પાટણ સ્પેશલ, મહેસાણા - વિરામગામ સ્પેશલ અને સાબરમતી પાટણ સ્પેશયલ ટ્રેનોનો સમાવેશ થાય છે. (AIR NEWS)