-
I feel happy when I see people | Anjali Nair
9 Hours ago
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ જો બાઈડેને ભુતપૂર્વ રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ દ્વારા લેવાયેલા 15 નિર્ણયો બદલવાના આદેશ ઉપર હસ્તાક્ષર કર્યા છે.શ્રી બાઈડને અમેરિકામાં ચાર લાખથી વધુ લોકોનો ભોગ લેવાના કોવીડ રોગચાળા સામે શ્રેણીબદ્ધ પગલાં લેવા અંગેના આદેશો ઉપર હસ્તાક્ષર કર્યા છે.આ નિર્ણયમાં કોવીડની સામે અસરકારક પગલાં લેવા સંકલન સાધવા ખાસ એકમની સ્થાપના તથા વિશ્વ આરોગ્ય સંસ્થામાંથી ખસી જવાના ટ્રમ્પના નિર્ણયને રદ કરવાની બાબતોનો સમાવેશ થાય છે. તે ઉપરાંત આબોહવામાં પરિવર્તન અંગેની પેરીસ સમજુતીમાંથી ખસીજવાના અને મેક્સીકો સાથેની સરહદે દિવાલ ઊભી કરવાના નિર્ણયને પણ શ્રી બાઈડેને રદ કર્યો છે. (IMPUT FROM AIR NEWS)