આઇપીએલ ક્રિકેટમાં ગઇકાલે રાત્રે જયપુરમાં ગુજરાત ટાઇટન્સે રાજસ્થાન રોયલ્સને નવ વિકેટે હરાવ્યું હતું. વિજય માટે 119 રનના લક્ષ્યાંકનો પીછો કરતાં ગુજરાત ટાઇટન્સે નવ વિકેટે 37 બોલ બાકી હતા ત્યારે લક્ષ્યાંક હાંસલ કર્યો હતો.
આજે ચેન્નાઇ-સુપરકિંગ્સ મુંબઇ ઇન્ડિયન્સ સાથે ચેન્નાઇમાં બપોરે સાડાત્રણ વાગે રમશે. જયારે દિલ્હી કેપિટલ્સ સાંજે સાડા સાત વાગે દિલ્હીમાં રોયલ ચેલેન્જર્સ બેગ્લુરૂ સાથે ટકરાશે. (AIR NEWS)