A part of Indiaonline network empowering local businesses

આઈપીએલ ક્રિકેટમાં ગઈકાલે દિલ્હી કેપિટલ્સે પંજાબ કિંગ્સને 15 રનથી પરાજ્ય આપ્યો

News

આઈપીએલ ક્રિકેટ લીગની મેચમાં ગઈકાલે દિલ્હી કેપિટલ્સે પંજાબ કિંગ્સને 15 રનથી પરાજ્ય આપ્યો છે. સૌપ્રથમ બેટિંગ કરતા દિલ્હી કેપિટલ્સે 20 ઓવરમાં માત્ર બે વિકેટે 213 રન કર્યા હતા, જેમાં રીલી રોસોઉએ 82 રન અને પૃથ્વી શો એ 54 રન નોંધાવ્યા હતા.
જવાબમાં પંજાબ કિંગ્સ તરફથી લીયામ લીવીંગસ્ટોનના 94 અને અર્થવ તાઇડેના 55 રન કરવા છતાં 20 ઓવરમાં 198 રન નોંધાવતા દિલ્હી કેપિટલ્સનો 15 રને વિજય થયો હતો. રીલી રોસોઉને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરાયો હતો. (AIR NEWS)

14 Days ago