આજે વિશ્વ જલપ્લાવિત વિસ્તાર દિવસ ઉજવાઈ રહ્યો છે. જૈવવિવિધતાના સંરક્ષણમાં જલપ્લાવિત વિસ્તારોની ભૂમિકા અંગે જાગૃતિ લાવવા દર વર્ષે બીજી ફેબ્રુઆરીએ ખાસ દિવસ ઉજવવામાં આવે છે. 13 લાખ હેક્ટરથી વધુ વિસ્તારને આવરી લેતાં 75 રામસર સ્થળો સાથે ભારત, દક્ષિણ એશિયામાં સૌથી વધુ જલપ્લાવિત વિસ્તારો ધરાવે છે. તાજેતરમાં મન કી બાત કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે હવે દેશમાં રામસર સ્થળોની કુલ સંખ્યા વધીને 75 થઈ છે, અગાઉ 2014 પહેલાં તે માત્ર 26 હતાં.
વિશ્વ જલપ્લાવિત વિસ્તાર દિવસની આ વર્ષે ઉજવણીમાં જલપ્લાવિત વિસ્તારોના પુનઃસ્થાપનને પ્રાથમિકતા આપવાની જરૂરિયાત પર ભાર મુક્યો છે. ગઈકાલે સંસદમાં 2023-24 ના અંદાજપત્રને રજૂ કરતાં, કેન્દ્રીય નાણામંત્રી નિર્મળા સીતારમણે જલપ્લાવિત વિસ્તારો અને સુંદરી વૃક્ષોને સુરક્ષિત રાખવા માટે અમૃત ધરોહર અને મીશીલ એમ બે યોજનાઓની જાહેરાત કરી હતી. (AIR NEWS)