A part of Indiaonline network empowering local businesses Chaitra Navratri

ઇસરોએ સીઈ-20 ક્રાયોજેનિક એન્જિનનું સફળ પરિક્ષણ હાથ ધર્યું

news

ભારતીય અવકાશ સંશોધન સંસ્થા- ઇસરોએ સીઈ-20 ક્રાયોજેનિક એન્જિનનું સફળ પરિક્ષણ હાથ ધાર્યું છે. આ એન્જિન ચંદ્રયાન-3 મિશન માટે લોન્ચ વ્હીકલના ક્રાયોજેનિક સ્ટેજને ઊર્જા પૂરી પાડશે. સ્પેસ એજન્સીએ જણાવ્યું કે 24 ફેબ્રુઆરીએ તમિળનાડુના મહેન્દ્રગિરી સ્થિત ઈસરો પ્રોપલ્ઝન સંકુલ ખાતે આ પરીક્ષણ સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું. ઈસરોએ જણાવ્યું કે, હાઈ એલ્ટિટ્યુડ ટેસ્ટ ફેસિલિટી ખાતે 25 સેકન્ડના આયોજિત સમયગાળા માટે આ ટેસ્ટ કરવામાં આવ્યો હતો. પરીક્ષણ દરમિયાન તમામ પરિમાણો સંતોષકારક અને અનુમાન સાથે મેળ ખાતા જણાયા હતા.
ચંદ્રયાન- ત્રણ લેન્ડરે નિર્ણાયક ટેસ્ટ સફળતાપૂર્વક પૂર્ણ કર્યાના એક દિવસ બાદ આ સફળતા મળી છે. ચંદ્રયાન-3 એ ભારતનું ત્રીજું ચંદ્ર મિશન છે અને ચંદ્રની સપાટી પર સુરક્ષિત ઉતરવા માટે ક્ષમતા દર્શાવવા માટે ચંદ્રયાન- બે પછીનું મિશન છે. આ મિશન આ વર્ષના અંતમાં શ્રીહરિકોટા ખાતેના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી માર્ક ત્રણ દ્વારા છોડવામાં આવશે.

25 Days ago