ઇસરો દ્વારા આજે સવારે દેશના અતિઆધુનીક ઉપગ્રહ 'કાર્ટોસેટ- ૩' નું પ્રક્ષેપણ કરાશે

News

રાષ્ટ્રીય અવકાશ સંસ્થા –ઇસરો દ્વારા આજે સવારે પૃથ્વીનું નીરિક્ષણ કરવા માટેના દેશના અતિઆધુનીક ઉપગ્રહ 'કાર્ટોસેટ- ૩' નું પ્રક્ષેપણ કરાશે. ઇસરોએ જણાવ્યું છે, કે ત્રીજી પેઢીનો આ ઉપગ્રહ અતિ આધુનીક અને સુસજજ છે જેને અમેરિકાની એક પેઢીના તેર નાના ઉપગ્રહોની સાથે પીએસએલવીસી – ૪૭ રોકેટ દ્વારા અંતરીક્ષમાં તરતા મુકવામાં આવશે.

સવારે ૯.ર૮ મિનીટે આંધ્રપ્રદેશના શ્રી હરીકોટા ખાતેના 'સતીશ ધવન અવકાશ કેન્દ્ર' પરના બીજા પ્રક્ષેપણ મથકેથી પીએસએલવીને છોડવામાં આવશે. (AIR NEWS)

82 Days ago