A part of Indiaonline network empowering local businesses

ઇસરો નેવીગેશન ઉપગ્રહ NVS-01 આજે અવકાશમાં તરતો મૂકશે

news

ઇસરો બીજી પેઢીનો અને 2 હજાર 232 કિલો વજનનો નેવીગેશન ઉપગ્રહ NVS-01 આજે સવારે 10 વાગીને 42 મિનિટે શ્રીહરિકોટા ખાતેથી અવકાશમાં તરતો મૂકશે. સત્તાવાર યાદી મુજબ આ ઉપગ્રહને તરતો મૂકવા માટેના કાઉન્ટડાઉનનો ગઇકાલે સવારે 7 વાગીને 42 મીનીટથી આરંભ થયો હતો.
ઉલ્લેખનીય છે કે, અદ્યતન એનવીએસ શ્રેણીનો આ ઉપગ્રહ સતત અને સચોટ દેખરેખ રાખવાની ક્ષમતા ધરાવે છે. આજે સવારે પ્રક્ષેપણ બાદ આશરે 20 મીનીટ પછી ઉપગ્રહને તેની નિર્ધારીત ભ્રમણ કક્ષામાં મૂકવામાં આવશે. તે સાથે જ આ પ્રકારના ઉપગ્રહ ધરાવતા 3 દેશોની સૂચિમાં ભારત સ્થાન મેળવશે. (AIR NEWS)

123 Days ago