A part of Indiaonline network empowering local businesses

ઇ-ગ્રામ વિશ્વગ્રામ યોજના હેઠળ રાજ્યમાં કુલ 14 હજાર 181 ઇ-ગ્રામ સેન્ટરોમાં ગ્રામજનોને શહેરી વિસ્તાર જ

news

માહિતી ટેકનોલોજીના માધ્યમથી શહેરી વિસ્તારમાં મળતી ઇ-સેવાઓ જેવી ઇ-સેવાઓ ગ્રામકક્ષાએ મળી રહે તે આશયથી રાજ્ય સરકાર ધ્વારા ઇ-ગ્રામ વિશ્વગ્રામ યોજના અમલમાં મુકવામાં આવેલ છે. રાજયની ત્રિસ્તરીય પંચાયતીરાજની સંસ્થાઓ જેવી કે, ગ્રામપંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતોને ઇન્ટરનેટના માધ્યમથી રાજયના સચિવાલય સાથે સાંકળી પંચાયતીરાજની સંસ્થાઓનું સુદ્દઢીકરણ કરવાનું આયોજન ધ્યાને લઇ વર્ષ ૨૦૦૭-૮માં ઇ-ગ્રામ વિશ્વગ્રામ સોસાયટીની રચના કરવામાં આવેલ. હાલ રાજયમાં કુલ ૧૪,૧૮૧ ઇ-ગ્રામ સેન્ટર કાર્યરત છે.
ઇ-ગ્રામ સેન્ટર ઉપર G2C પ્રકારની ૩૨૧ સેવાઓ અને B2C પ્રકારની ૫૫ સેવાઓ પુરી પાડવામાં આવે છે. જેમાં મુખ્યત્વે જન્મ અને મરણનો દાખલો, વિધવા સહાયનો દાખલો, રેશનકાર્ડ, મા-કાર્ડ વગેરેને લગતી કામગીરી, ટેકાના ભાવે વિવિધ કૃષિ પેદાશોની ખરીદી માટે ખેડૂતોની ઓનલાઇન નોંધણી, ૭/૧૨, ૮-અ ના ઉતારા, કરવેરા ભર્યાની પહોંચ, વીજળી/ગેસ બીલ કલેકશન, નોકરી માટેના ઓનલાઇન અરજીપત્રો વિવિધ ફોર્મ્સ, ધોરણ-૧૦ અને ૧૨ ના રીઝલ્ટ, આવકનો દાખલો, વિવિધ સેવાઓ માટેના સોગંદનામાં ગ્રામ કોમ્પ્યુટર સાહસિક દ્રારા આધાર ઇનેબલ પેમેન્ટ, મની ટ્રાન્સફર, રીચાર્જ, ટ્રાવેલ ટીકીટ, ઇન્સ્યુરન્સ સેવાઓ, મ્યુચ્યુલ ફંડ જેવી સેવાઓ પુરી પાડવામાં આવે છે.
રાજય સરકારની વિવિધ સેવાઓ તેમજ વાણિજ્યિક સેવાઓ ગ્રામજનોને ગ્રામ્ય કક્ષાએથી મળવાને કારણે તેઓના સમય અને નાણાંનો બચાવ થાય છે અને ગ્રામ્ય કક્ષાએ શહેરી વિસ્તાર જેવી જ સેવાઓ મળી રહે છે. (AIR NEWS)

22 Days ago