A part of Indiaonline network empowering local businesses

ઈસરોએ આજે ખાનગી રોકેટનું પ્રથમવાર પ્રક્ષેપણ કરીને ઈતિહાસ રચ્યો.

news

શ્રી હરિકોટાના સતીશ ધવન આવકાશ કેન્દ્રથી આજે સવારે દેશનું પ્રથમ ખાનગી રોકેટ અવકાશમાં સફળતાપૂર્વક છોડવામાં આવ્યું છે. વિક્રમ સબ ઓરર્બિટલ રોકેટ આજે સાડા અગિયાર વાગે 83 કિલોગ્રામ વજનના ત્રણ પેલોડ સાથે રોકેટ 89.5 કિમીની ઊંચાઈએ પહોંચ્યું હતું. આ રોકેટ લગભગ 115 કિમી દૂર બંગાળની ખાડીમાં સુરક્ષિત રીતે ઉતાર્યું હતું. પરમ રોકેટ મિશનમાં સ્પેસ કીડ્ઝ ઇન્ડિયા, બઝૂંગ આર્મેનિયા, અને એન સ્પેસ ટેક ઇન્ડિયાના પેલોડ્સ હતા.

આ પ્રસંગે હાજર રહેલા કેન્દ્રીય અવકાશ મંત્રી ડોકટર જિતેન્દ્ર સિંહે કહ્યું કે દેશના અવકાશ કાર્યક્રમ માટે આ એક નવી શરૂઆત છે. ભારતની પોતાની સ્પેસ ઇકો સિસ્ટમ બનાવવા માટે આ એક મોટું પગલું છે. આ નવા મિશનને પ્રોત્સાહિત કરવા બદલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આભાર માનતાં ડૉ. સિંહે કહ્યું કે ભારત અવકાશમાં અગ્ર હરોળના રાષ્ટ્ર તરીકે ઝડપથી ઉભરી રહ્યું છે.

સ્પેસ ટેક્નોલોજીમાં સ્ટાર્ટ અપ, સ્કાય રૂટના સ્થાપક પવનકુમાર ચૌધરીએ જણાવ્યું કે આ મિશનનું લક્ષિત ઉદ્દેશ્ય પૂર્ણ કર્યું છે. સ્કાયરૂટ એરોસ્પેસ પ્રાઈવેટ લિમિટેડના વિદ્યાર્થીઓ, વૈજ્ઞાનિકો અને બિઝનેસ એસોસિએટ્સે પ્રથમ ખાનગી સાહસની સફળતા પર ખુશી વ્યક્ત કરી હતી. આજનું આ મિશન સ્કાયરૂટ એજન્સી અને ઈસરો વચ્ચે થયેલા કરારનું પરિણામ છે. આ રોકેટનું નામ ભારતીય અવકાશ ઉદ્યોગના પિતા ડોકટર વિક્રમ સારાભાઈના નામ પરથી રાખવામાં આવ્યું છે. (AIR NEWS)

310 Days ago