Promote your Business

ઉત્તરપ્રદેશના બિજનૌર અને બલીયાથી પાંચ દિવસની ગંગા યાત્રાનો આજે આરંભ થશે

News

'નમામિ ગંગે મિશન' હેઠળ ઉત્તરપ્રદેશના બિજનૌર અને બલીયાથી પાંચ દિવસ માટેની ગંગા યાત્રાનો આજથી આરંભ થશે.
ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, ઉત્તરાખંડના મુખ્યમંત્રી સીએમ ત્રિવેન્દ્ર સિંહ રાવત અને કેન્દ્રીય મંત્રી સંજીવ બલીયાન બીજનૌરથી ગંગા યાત્રાનો પ્રારંભ કરાવશે. બીજનૌરથી ગંગા નદી ઉત્તરપ્રદેશમાં પ્રવેશે છે.
જ્યારે રાજ્યપાલ આનંદીબેન પટેલ, કેન્દ્રીય મંત્રી મહેન્દ્રનાથ પાંડે, બિહારના નાયબ મંત્રી સુશીલ મોદી પૂર્વ ઉત્તરપ્રદેશના બલીયાથી ગંગા યાત્રાનો પ્રારંભ કરાવશે.
આઠ કેન્દ્રીય મંત્રીઓ તથા ઉત્તરપ્રદેશના ઘણા મંત્રીઓ પણ ગંગા યાત્રામાં જોડાવાના છે.
સ્વચ્છ ગંગા મિશનના વડા રાજીવ રંજન મિશ્રાએ આકાશવાણી સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ગંગા યાત્રાનો ઉદ્દેશ ગંગા નદી કાંઠા વિસ્તારના પ્રદેશોના જૈવ-વૈવિધ્ય અંગે જાગૃતિ કેળવવાનો છે તથા નદી કિનારા ઉપર વસેલા ગામોની પ્રગતિને પ્રોત્સાહન આપવાનો છે. (AIR NEWS)

65 Days ago

Download Our Free App