A part of Indiaonline network empowering local businesses

એનસીબીએ વલસાડ જિલ્લાના વાપી ખાતેથી 4.5 કરોડ રૂપિયાનું મેફ્રેડોન ડ્રગ્સ પકડી પાડ્યું

news

એનસીબીએ વલસાડ જિલ્લાના વાપી ખાતેથી 4.5 કરોડ રૂપિયાનું મેફ્રેડોન પકડી પાડ્યું છે. મળતી માહિતી મુજબ એનસીબીના અધિકારીઓએ મળેલી બાતમી મુજબ વાપી ખાતેની એક ફેક્ટરીમાં દરોડા પાડતા અધિકારીઓને 4.5 કરોડ રૂપિયાની કિંમતનો એમ.ડી. ડ્રગ્સનો જથ્થો તથા 85 લાખ રોકડા મળી આવ્યા છે. એનસીબીના જણાવ્યા મુજબ અહીં ડ્રગ્સનું ઉત્પાદન કરી ગુજરાત ઉપરાંત અન્ય રાજ્યોમાં મોકલાતું હતું. દરોડા દરમિયાન અધિકારીઓએ પ્રકાશ પટેલ અને સોનુ રામ નિવાસ નામના બે વ્યક્તિઓને રંગે હાથ ઝડપી લીધા હતા. પ્રકાશ ડ્રગ્સનું ઉત્પાદન તો રામ નિવાસ ડ્રગ્સનું વેચાણ કરતો હતો. અધિકારીઓએ ઉમેર્યું કે, આ કેસમાં હજુ કેટલા લોકો સંડોવાયેલા છે. તેની તપાસ ચાલી રહી છે. (AIR NEWS)

850 Days ago