કોરિયામાં યોજાઇ રહેલી એશિયાઇ વેઇટ લીફટીંગ સ્પર્ધામાં ભારતની જેરેમી લાલરીનુંગાએ સ્નેચ ઇવેન્ટમાં રજત ચંદ્રક જીત્યો છે.
20 વર્ષિય જેરેમીએ સ્નેચ ઇવેન્ટમાં 141 કિલો અને વેઇટ કલાસમાં 67 કિલો વજન ઉંચકીને રજત ચંદ્રક જીત્યો હતો. આ સ્પર્ધામાં ચીનની હે યુએજી એ સુવર્ણ ચંદ્રક જીત્યો છે.
ઉલ્લેખનીય છે કે, વર્ષ 2022માં યોજાયેલા કોમનવેલ્થ રમતોમાં જેરેમીએ સુવર્ણ ચંદ્રક જીત્યો હતો. (AIR NEWS)