ભારતે આંતરિક વિગ્રહમાં ફસાયેલા સુદાનમાંથી 3 હજાર 200થી વધુ ભારતીયોને ઓપરેશન કાવેરી હેઠળ સલામત સ્થળે ખસેડ્યા છે. ખારતોમ ખાતેના ભારતીય રાજદૂતાવાસે જણાવ્યું છે કે, ભારતે અત્યારસુધી સુદાન બંદરેથી ભારતીય નૌકાદળના પાંચ જહાજો અને હવાઇદળના 13 વિમાનોની મદદથી ઓપરેશન કાવેરી સફળતાપૂર્વક હાથ ધર્યું છે.
અમારા સંવાદદાતા જણાવે છે કે, ગત 25મી એપ્રિલે ભારતીયોની પહેલી ટુકડીને નૌકાદળના આઇએનએસ સુમેધા દ્વારા બહાર ખસેડવામાં આવ્યા હતા. ભારતે શ્રીલંકા, નેપાળ અને બાંગ્લાદેશના નાગરિકોને પણ સુદાનમાંથી સલામત રીતે બહાર ખસેડ્યા છે (AIR NEWS)