A part of Indiaonline network empowering local businesses Chaitra Navratri

કચ્છના ધોરડોમાં G-20 પુરાતત્વ પ્રવાસનને પ્રોત્સાહન આપવાના વિશેષ સત્ર યોજાયું.

News

કચ્છના ધોરડોમાં G-20 પર્યાવરણ કાર્યકારી જૂથની ચાલી રહેલી બેઠકની સાથે પુરાતત્વ પ્રવાસનને પ્રોત્સાહન આપવાના વિશેષ સત્ર યોજાઇ ગયું. જેમાં પ્રતિનિધીઓએ પુરાતત્વ પ્રવાસનને પ્રોત્સાહન આપવાના અને અને સાંસ્કૃતિક વારસાના બધા જ પાસાઓ ઉપર ચર્ચા વિચારણા કરી હતી.
ત્યારબાદ આંતરરાષ્ટ્રીય પ્રતિનિધીઓએ કચ્છમાં આવેલા હ઼ડપ્પા સંસ્કૃતિના કેન્દ્ર ધોળાવીરાની મુલાકાત લીધી હતી. ઉલ્લેખનીય છે કે, ધોળાવીરાને યુનેસ્કો વિશ્વ વારસા સ્થળની સૂચીમાં સમાવેશ કરાયો છે. પ્રતિનિધીઓ આજે સ્મૃતિવનની મુલાકાત લેશે. (AIR NEWS)

44 Days ago