કચ્છમાંસ્ટારલીન્ક સેટેલાઇટની ટ્રેન દેખાતા લોકો માં કુતુહલ સાથે રોમાંચ જૉવા મળ્યો હતો. સ્ટારગેઝિંગ ઇન્ડિયાના નરેન્દ્ર ગોર સાગરે વધુ માહિતી આપતાં જણાવ્યું હતું કે એલોન મસ્કની કંપની સ્પેસએક્સ દ્વારા ફાલકન રોકેટ દ્વારા એક સાથે 53 ઉપગ્રહો છોડવામાં આવ્યાહતા જે કચ્છના આકાશમાં થી પસાર થતાં ઉપગ્રહોની ટ્રેન જોવા મળી હતી. આ વખતે તેમનીઊંચાઈ પ્રમાણમાં ઓછી હોવાથી ઉપગ્રહોની આ ટ્રેન વધારે પ્રકાશિત જોવા મળી હતી સાંજેસાડા સાત કલાકે પશ્ચિમ દિશામાં શુક્ર ગ્રહ પાસેથી નીકળી ઈશાન દિશા સુધી જોવા મળીહતી. શ્રી ગોરે વધુમાં જણાવ્યું હતું કે ધીમે ધીમે આ ઉપગ્રહો એક બીજા થી અલગ થઈ થોડા ઊંચે પોતની ભ્રમણ કક્ષામાંગોઠવાઈ જશે એટલે નરી આંખે જોઈ શકાશે નહીં . (AIR NEWS)