A part of Indiaonline network empowering local businesses

કચ્છમાં “હું પણ કોરોના વોરિયર “ પ્રચાર કરવામાં સામાજિક સંસ્થાઓ પણ આગળ આવી

News

કચ્છમાં “હું પણ કોરોના વોરિયર “ ઝુંબેશ વેગ પકડતી જાય છે અને અગમચેતી ના પાલન માટે નો પ્રચાર કરવા માં સામાજિક સંસ્થાઓ પણ આગળ આવી છે. કોરોના લોકડાઉનમાં ફસાયેલા હજારો લોકોને બે સમયનું ભોજન ઉપલબ્ધ કરાવતી માનવ જ્યોત સંસ્થાના પ્રબોધ મુનવર કહે છે કે ભૂખ્યાને ભોજન આપવા જેટલું જ પવિત્ર કામ લોકોને કોરોનાનો કોળિયો બનતા અટકાવવાનું છે. માનવ જ્યોત સંસ્થા સાથે સંપર્કમાં આવતા તમામ લોકો માસ્ક પહેરે અને સામાજિક અંતર જાળવે તેનું ધ્યાન રાખવાની તાકીદ તેમણે કરી છે. (AIR NEWS)

1217 Days ago