Promote your Business

કેન્દ્રિય આરોગ્ય સચિવ પ્રીતિ સુદાને રાજયોના આરોગ્ય સચિવો સાથે વિડિયો કોન્ફરન્સથી સમીક્ષા કરી

News

કેન્દ્રિય આરોગ્ય સચિવ પ્રીતિ સુદાને ગઇકાલે રાજયો અને કેન્દ્રશાસિત પ્રદેશોના આરોગ્યસચિવો સાથે વિડિયો કોન્ફરન્સથી સમીક્ષા કરી હતી અને નોવેલ કોરોના વાયરસથી સાવચેતી માટેનાં પગલાં અંગે ચર્ચા કરી હતી.

બેઠકમાં સામૂહિક જાગૃતિ અને તકેદારી પર અને અલાયદી વ્યવસ્થા પર ભાર મૂકવામાં આવ્યો હતો. આ ઉપરાંત વિમાનમથકો પર વધુ તકેદારી ઉભી કરવા જણાવ્યું હતું.

દિલ્હી, કોલકત્તા, મુંબઇ, કોચીન, બેંગલૂરૂ, હૈદરાબાદ અને ચેન્નાઇમાં ચીન, સિંગાપોર, થાઇલેન્ડ અને હોંગકોંગથી આવતા મુસાફરો માટે એરોબ્રીજનો ઉપયોગ કરવા અનુરોધ કર્યો છે.

નવી દિલ્હીમાં આરોગ્ય, વિદેશમંત્રાલય, જહાજ બાબતો, નાગરિક ઉડ્ડયન અને ગૃહમંત્રાલયના મંત્રીજૂથની બેઠક મળી હતી અને તેમાં વાયરસથી તકેદારીનાં પગલાં વિચારવામાં આવ્યાં હતાં.

આરોગ્ય મંત્રી ડોકટર હર્ષ વર્ધનના અધ્યક્ષપદે મળેલી બેઠકમાં પૂર્વતૈયારીઓનું નિદર્શન પણ રજૂ થયું હતું. (AIR NEWS)

56 Days ago

Download Our Free App