કેન્દ્રિય માધ્યમિક શિક્ષણ બોર્ડ - CBSEની પરીક્ષાનો આજે સવારે 10:30 વાગ્યે આરંભ થયો. બોર્ડની ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષા આજથી શરૂ થશે જે પાંચમી એપ્રિલ દરમિયાન ચાલશે. અગાઉ CBSEએ જણાવ્યુ હતું કે JEE મુખ્ય પરીક્ષા સહિત અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓના સમયપત્રકને ધ્યાનમાં રાખીને ધોરણ 12ની પરીક્ષાની તારીખો નક્કી કરવામાં આવી છે.
CBSE અનુસાર આ વર્ષની બોર્ડ પરીક્ષા માટે કુલ 21 લાખ 8 હજાર વિદ્યાર્થીઓએ ધોરણ 10માં અને 16 લાખ 9 હજાર વિદ્યાર્થીઓએ ધોરણ 12મા નોંધણી કરાવી છે. બોર્ડની પરીક્ષા દેશભરના સાત હજાર 200 થી વધુ કેન્દ્રો અને વિશ્વના 26 દેશોમાં લેવામાં આવશે.
ધોરણ 10ની પરીક્ષા 76 વિષયો માટે લેવામાં આવશે અને 21 માર્ચે સમાપ્ત થશે. ધોરણ 12 ની પરીક્ષા કુલ 115 વિષયો માટે લેવામાં આવશે અને 5 એપ્રિલે સમાપ્ત થશે.
આ ઉપરાંત બોર્ડે વિદ્યાર્થીઓને ઈલેક્ટ્રોનિક ઉપકરણોનો ઉપયોગ ન કરવા ચેતવણી પણ આપી છે. (AIR NEWS)