आपकी जीत में ही हमारी जीत है
Promote your Business

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ બજેટને સર્વ સમાવેશી અને સમતોલ બજેટ ગણાવ્યું

News

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ગુજરાત સરકારના બજેટને સર્વ સમાવેશી અને સમતોલ બજેટ ગણાવ્યું છે. શ્રી માંડવિયાએ બજેટમાં કરાયેલી અલંગ શીપ રીસાયકલીંગ યાર્ડના આધુનિકરણ માટેની ૭૧૫ કરોડ રૂપિયાની જાહેરાતને આવકારી હતી. તેમના પ્રતિભાવમાં શ્રી માંડવિયાએ જણાવ્યું હતું કે , ભારત દેશ દુનિયાનું ૩૦% શીપ રીસાયકલીંગ કરે છે, જેમાં ૯૯%થી વધારે વ્યવસાય ગુજરાતમાં આવ્યો છે.
ગુજરાતમાં આવેલું અલંગ શીપ રીસાયકલીંગ યાર્ડ એ દુનિયાનું મોડર્ન શીપ રીસાયકલીંગ યાર્ડ કેમ બને તે દિશામાં કેન્દ્ર અને ગુજરાત સરકાર સહિયારા પ્રયત્ન કરશે. ગુજરાત સરકારની આ જાહેરાત આ દિશામાં મહત્વપૂર્ણ સાબિત થશે. તેમણે વધુમાં કહ્યું હતું કે, અલંગ શીપ રીસાયકલીંગ માટે ભારત સરકારની કોમ્પિટન્ટ ઓથોરીટી અને નેશનલ ઓથોરીટીને ગુજરાતમાં સ્થાપવા માટે કેન્દ્ર સરકાર વિચારણા કરી રહી છે. અલંગશીપ રીસાયકલીંગ માટેની માળખાગત સુવિધાપણ ગુજરાતમાં જ ઉભી થાય તે દિશામાં ભારત સરકાર પ્રયત્નશીલ છે. આગામી સમયમાં અલંગ શીપ રીસાયકલીંગ યાર્ડની કેપેસીટી દુનિયા સમક્ષ રજુ કરવા માટે પણ ભારત સરકાર અને ગુજરાત મેરીટાઇમ બોર્ડ દ્વારા અલંગ ખાતે અલંગ ઇન્ડસ્ટ્રીઝનો એક ઇન્ટરનેશનલ એકસ્પો યોજાશે. (AIR NEWS)

31 Days ago

Download Our Free App