કેન્દ્ર એ ટામેટાના ભાવમાં વધુ ઘટાડો કર્યો છે. આજથી નાફેડ અને NCCF દ્વારા 70 રૂપિયા પ્રતિ કિલોના ભાવે ટામેટાનું વેચાણ કરાશે.
ઉલ્લેખનીય છે કે, નાફેડ અને NCCF દ્વારા કર્ણાટક અને મહારાષ્ટ્રમાંથી ટામેટાની ખરીદી કરાઈ 14 જુલાઈથી તેનું છૂટક વેચાણ શરૂ કરાયું હતું. આ એજન્સીઓ દ્વારા 18 જુલાઈ સુધીમાં 391 મેટ્રીક ટન ટામેટાની ખરીદી કરાઈ છે. (AIR NEWS)