A part of Indiaonline network empowering local businesses Chaitra Navratri

કેન્દ્ર સરકારે ભારતની સંરક્ષણ ક્ષેત્રની નિકાસ 5 અબજ અમેરિકી ડોલર સુધી લઈ જવાનો લક્ષ્યાંક નિર્ધારિત ક

News

કેન્દ્ર સરકારે ભારતને સંરક્ષણ ક્ષેત્રનું વિશ્વનું સૌથી મોટું ઉત્પાદન કેન્દ્ર બનાવીને વર્ષ 2024-25 સુધીમાં સંરક્ષણ ક્ષેત્રની નિકાસ પાંચ અબજ અમેરીકી ડોલર સુધી લઈ જવાનો લક્ષ્યાંક નિર્ધારિત કર્યોં છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કર્ણાટકનાં બેગલુરૂમાં આજે સવારે એરો ઈન્ડિયા 2023 નું ઉદ્ધાટન કરતાં આ મુજબ જણાવ્યું હતું.
પ્રધાનમંત્રીએ કર્ણાટકનાં યુવાનોની ટેકનોલોજી ક્ષેત્રે ક્ષમતાની બિરદાવીને દેશને સંરક્ષણ ક્ષેત્રે મજબૂત બનાવવા પ્રયાસ કરવા અનુરોધ કર્યો હતો. શ્રી મોદીએ એરો ઈન્ડિયાને નવાં ભારતનું પ્રતિક ગણાવ્યું હતું. આ શોનાં કારણે સંરક્ષણ અને એરો સ્પેસ ક્ષેત્રે નવી તકો ઉભી થશે તેવો વિશ્વાસ વ્યકત કર્યો હતો.
સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે જણાવ્યું હતું કે, વિવિધ દેશોનાં સીઈઓ અને સેનાનાં વડાઓ આ શો માં ભાગ લઈ રહ્યાં છે. જેના લીધે ઉત્પાદન ક્ષેત્રની ભારતની વિકાસને નવું બળ મળશે. (AIR NEWS)

40 Days ago