કોરિયા ઓપન બેડમિન્ટનનો આજે દક્ષિણ કોરિયાના યેઓસુ ખાતે પ્રારંભ થયો છે. ભારતીય પુરુષ ડબલ્સ જોડી, સાત્વિકસાઈરાજ રેન્કીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીએ આજે પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. તેમણે થાઈલેન્ડના સુપાક જોમકોહ અને કિટ્ટિનુપોંગ કેડ્રેનની જોડીને 21-16, 21-14થી હરાવી છે.
ભારતના સ્ટાર ખેલાડીઓ પીવી સિંધુ, એચએસ પ્રણય, કિદમ્બી શ્રીકાંત, અક્ષર્શી કશ્યપ અને માલવિકા બંસોડ આવતીકાલે પ્રથમ રાઉન્ડની મેચ રમશે. જો કે લક્ષ્ય સેન ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે.
ટુર્નામેન્ટના પ્રથમ દિવસે મેન્સ ડબલ્સની જોડી, ધ્રુવ કપિલા અને એમઆર અર્જુને ઈજાને કારણે મેચમાંથી નિવૃત્તિ લીધી હતી, જયારે હર્ષિત અગ્રવાલ અને શાશ્વત દલાલ નિષ્ફળ રહ્યા હતા. પ્રિયાંશુ રાજાવત, મિથુન મંજુનાથ અને કિરણ જ્યોર્જ અને મહિલા ખેલાડીઓ તસ્નીમ મીર, અશ્મિતા ચલિહા અને તાન્યા હેમંતને રમશે. (AIR NEWS)