રાજ્યમાં કોરોના અને H3N2 વાયરસની સારવાર માટે તમામ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. અને દવાનો પુરતો જથ્થો ઉપલબ્ધ છે. આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે આજે વિધાનસભામાં આ અંગે નિવેદન આપતાં કહ્યું કે H3N2 વાયરસથી રાજ્યમાં એક પણ મૃત્યુ નોંધાયું નથી. જરૂર જણાય તો H3N2 ના દર્દીઓનું જીનોમ સિક્વેન્સિંગ કરવામાં આવશે. છેલ્લા ત્રણ મહિનામાં રાજ્યમાં કોરોનાના 80 જ્યારે H3N2 ના 6 કેસ સામે આવ્યા હોવાનું પણ તેમણે ઉમેર્યું હતું. આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે સાવચેતીના પગલા લેવા લોકોને અનુરોધ કર્યો. (AIR NEWS)