મધ્ય પ્રદેશમાં ચાલી રહેલા ખેલો ઇન્ડિયા યુવા રમતોત્સવમાં ૩૧ સુવર્ણચંદ્રક સાથે કુલ ૯૦ ચંદ્રકો મેળવીને મહારાષ્ટ્ર પહેલા સ્થાને છે. એવી જ રીતે 25 સુવર્ણ ચંદ્રકો સાથે મધ્ય પ્રદેશ બીજા અને 23 સુવર્ણ ચંદ્રકો સાથે હરિયાણા ત્રીજા સ્થાને છે.
આજથી કુસ્તી સ્પર્ધાનો આરંભ થશે. અરુણાચલ પ્રદેશની મહિલા ખેલાડીઓએ વેઈટલીફટીંગ સ્પર્ધામાં બે સુવર્ણચંદ્રક જીતી લીધાં હતા. દરમિયાન મધ્ય પ્રદેશના કૃષિ મંત્રી કમલ પટેલે ચંદ્રક જીતનારી મધ્ય પ્રદેશની મહિલા ખેલાડીઓને દરેકને 21 હજાર રૂપિયા અને અન્ય રાજ્યોની મહિલા ખેલાડીઓને દરેકને 10 હજાર રૂપિયા ધારાસભ્યના ભંડોળમાંથી આપવાની જાહેરાત કરી છે. (AIR NEWS)