A part of Indiaonline network empowering local businesses

ગાઝામાં 24 બંધકોનું એક જૂથ થયું મુક્ત

news

હમાસે ઇઝરાયેલ સાથે ચાર દિવસીય યુદ્ધવિરામ અને બંધકોને મુક્ત કરવાની સમજૂતીના ભાગરૂપે ગઇકાલે ગાઝામાં બંધકોના એક જૂથને મુક્ત કર્યો છે.
અહેવાલો અનુસાર મુક્ત કરાયેલા 24 બંધકોમાં 13 ઇઝરાયેલ, 12 થાઇ નાગરિકો અને એક ફિલિપિનોનો સમાવેશ થાય છે જેમને હમાસ દ્વારા આંતરરાષ્ટ્રીય રેડ ક્રોસમાં સ્થાનાંતરિત કરવામાં આવ્યા છે.
થાઈલેન્ડના પ્રધાનમંત્રી શ્રેથા થાવીસિને જણાવ્યું હતું કે 7 ઓક્ટોબરે ઈઝરાયેલ પર હમાસના હુમલા દરમિયાન પેલેસ્ટિનિયન આતંકવાદીઓ દ્વારા અપહરણ કરાયેલા 12 થાઈ બંધકોને આજે મુક્ત કરવામાં આવ્યા હતા.
ગયા મહિને ઇઝરાયેલમાં સરહદ પારના હુમલા દરમિયાન બંદૂકધારીઓ દ્વારા બંધક બનાવવામાં આવેલા અંદાજિત 240 લોકોમાં કુલ 25 થાઇ નાગરિકોનો સમાવેશ થાય છે. 7 ઓક્ટોબરના હુમલા બાદ હમાસે કુલ 240 લોકોને બંધક બનાવ્યા છે. ઉપરાંત બાર સો જેટલા ઈઝરાયેલ નાગરિકોના મોત થયા છે. ઇઝરાયેલ અને હમાસ વચ્ચેનું યુદ્ધ સાતમા સપ્તાહમાં પ્રવેશી ગયું છે.
ગાઝામાં હમાસ સંચાલિત આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, ઇઝરાયેલના જવાબી હુમલાઓમાં હજારો બાળકો સહિત પંદર હજારથી વધુ લોકો માર્યા ગયા છે. (AIR NEWS)

96 Days ago