Promote your Business

ગુજકેટ પરીક્ષા માટે ઓનલાઇન આવેદનપત્રો ભરવાનો આજે છેલ્લો દિવસ

news

રાજ્યના ડિગ્રી એન્જીનિયરીંગ તેમજ ફાર્મસીના ડિગ્રી અથવા ડિપ્લોમા અભ્યાસક્રમોમાં પ્રવેશ આપવા લેવાતી ગુજકેટ 2020 પરીક્ષા માટે ઓનલાઇન આવેદનપત્રો ભરવાનો આજે 10મી ફેબ્રુઆરી છેલ્લો દિવસ છે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આ પરીક્ષા આગામી 31મી માર્ચ 2020ના રોજ લેવાશે.
ગુજકેટ પરીક્ષા માટેના આવેદનપત્રો બોર્ડની વેબસાઇટ WWW.GSEB.ORG અથવા GUJCET.GSEB.ORG પરથી ઓનલાઇન ભરી શકાશે.
આ પરીક્ષાની 300 રૂપિયા પરીક્ષા ફી ઓનલાઇન-ક્રેડિટ અથવા ડેબિટ કાર્ડ તેમજ નેટબેંકિંગ દ્વારા અથવા કોઇપણ SBIની શાખામાં ભરી શકાશે.
ગુજકેટ પરીક્ષાની માહિતી પુસ્તિકા તેમજ આવેદનપત્રો અંગેની સૂચનાઓ બોર્ડની વેબસાઇટ GSEB.ORG પર મૂકવામાં આવી છે. (AIR NEWS)

51 Days ago

Download Our Free App