A part of Indiaonline network empowering local businesses
Chaitra Navratri

ગુજરાતથી વાયા યુએઇ-સાઉદી અરેબિયા થઈ નવો નિકાસ માર્ગ બનાવાશે, જયશંકરની મોટી જાહેરાત

news

રાતા સમુદ્રમાં સોમાલિયાના ચાંચિયાઓના હુમલા અને ડ્રોન એટેકથી ખતરામાં આવેલી શિપિંગ લાઈનના વિકલ્પે ગુજરાત અને મહારાષ્ટ્રના સમુદ્ર કિનારાથી અરબી સમુદ્ર પાર કરીને યુનાઈટેડ આરબ અમિરાત અને સાઉદી અરેબિયાને પાર કરીને ભૂમધ્ય સમુદ્રમાં થઈને અલગથી કનેક્ટિવિટી બનાવવામાં આવશે. આ માર્ગ વિકસાવીને સુએઝ કેનાલને સાવ જ ચાતરી જઈને પણ વેપાર ચાલુ રાખી શકાય તેવી વ્યવસ્થા કરવામાં આવી રહી છે. આ જ રીતે ઈરાન-ચોબહાર થઈને રશિયા તરફ લઈ જવાઈ રહ્યો છે. સુએઝ કેનાલની સમસ્યાનો ઉકેલ લાવવામાં આવી રહ્યો છે.

મણિપુરની સીમાથી આગળ વધીને હાઈવે તૈયાર કરવામાં આવશે

વિદેશમંત્રી એસ.જયશંકરે આજે અમદાવાદ અને રાજકોટની મુલાકાત દરમિયાન જણાવ્યું હતું કે આ કોરિડોરનો આજકાલ વધુ ઉપયોગ થવા માંડયો છે. ઉત્તર ધ્રુવમાં બરફ ઓગળવા માંડ્યો હોવાથી રશિયાથી આગળ થઈને યુરોપના દેશોમા પણ જવાનો માર્ગ આ વિસ્તારમાંથી થઈ જશે. આ એક કલ્પના નથી. આવનારા દિવસોની વાસ્તવિક્તા છે. આ જ રીતે મણિપુરની સીમાથી આગળ વધીને હાઈવે તૈયાર કરવામાં આવશે. મણિપુર બોર્ડરથી વિયેટનામ સુધી જઈ શકાય તેવી સ્ટ્રાલય, સાઉદી અરેબિયા સહિતના દેશો સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ કરીને ભારતે નવા માર્કેટ ઊભા કરવામાં પણ સફળતા મેળવી છે. ભારત આજે વિશ્વનું પાંચમાં ક્રમનું અર્થતંત્ર છે. થોડા વરસોમાં ત્રીજા ક્રમનું અર્થતંત્ર બની જશે. આગામી વર્ષોમાં ભારત દુનિયાનું ગ્રોથ એન્જિન બનવાને સક્ષમ છે.

ભારતના સંબંધો અનેક દેશો સાથેના સંબંધો ઘનિષ્ટ થઈ રહ્યા : જયશંકર

ગ્લોબલ વિલેજમાં ભારતના સંબંધો અનેક દેશો સાથેના સંબંધો ઘનિષ્ટ થઈ રહ્યા છે અને આ સંબંધો જ વિકસિત ભારતનો પાયો નાખી રહ્યા છે. દેશના અર્થતંત્રના વિકાસ માટે પાંચ બાબતો મહત્વની છે. તેમાં પ્રોડક્શન, કન્ઝમ્પશન, ટેક્નોલોજી, લોજિસ્ટિક અને દેશની ડેમોગ્રાફી જ મહત્વના છે. આ પાંચેય મોરચે ભારતે છેલ્લા દસ વર્ષમાં ગજબની કામગીરી કરી દેખાડી છે, એમ આજે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝમાં ઇન્ટરનેશનલ પોલિસી, એ કેટાલિસ્ટ ફોર વિકસિત ભારત અંગે બોલતા વિદેશ મંત્રી એસ. જયશંકરે પ્રસ્તુત નિવેદન કર્યું હતું. વિશ્વના ઘણાં દેશોમાં વસતિ ઘટી રહી છે. તેમને ટેલન્ટ પ્રતિભાની અછત વરતાઈ રહી છે. આ સંજોગોમાં ભારત પાંચેય આગળ લઈને દેશે વિશ્વ વિકાસની કેડી પર મૂકી રહ્યું છે. 

ભારત પર રશિયા પાસેથી ક્રૂડ ન ખરીદવાનું દબાણ હતું : વિદેશમંત્રી
યુક્રેનના યુદ્ધને કારણે ક્રૂડની સમસ્યા ઊભી થઈ. ભારત પર દબાણ હતું કે રશિયા પાસેથી ક્રૂડ ન ખરીદો. તેમ ન થયું હોત તો બધાં જ અખાતના દેશો તરફ દોડ્યા હોત અને પેટ્રોલ-ડિઝલના ભાવસાતમે આસમાને પહોંચી ગયા હોત. તેથી ભારતે સ્ટેન્ડ લીધું કે અમે અમારા ગ્રાહકોના-વપરાશકારના હિતમાં રશિયા પાસેથી ક્રૂડ ખરીદવાનો નિર્ણય લઈએ છીએ. આવી જ બીજી તક જેટ એન્જિનની ટેક્નોલોજીની આવી. ભારતને જેટ એન્જિનની ટેક્નોલોજી ભારતમાં પ્રોડક્શન કરવા માટે મેળવી દેખાડી છે. આજકાલ ટેક્નોલોજી ટ્રાન્સફર કરવામાં દેશો બહુ ઉત્સુક હોતા નથી. સોલાર પાવર, ડ્રોન, સ્પેસ ટેક્નોલોજી ટ્રાન્સફરમાં તકલીફ પડી રહી છે. વિદેશનીતિમાં ભારતના સંબંધો અમેરિકા સાથેના ઘનિષ્ટ થતાં આ શક્ય બન્યું હતું તેવું જ સેમિકન્ડક્ટર્સ ચિપ્સની ટેક્નોલોજીની બાબતમાં બન્યું છે. 

ચિપ્સ બનાવવામાં જે દેશ આગળ હશે તે દેશ દુનિયાનું નેતૃત્વ કરશે

ચિપ્સ બનાવવામાં જે દેશ આગળ હશે તે દેશ દુનિયાનું નેતૃત્વ કરશે. ગત જૂનમાં ભારતના પ્રધાનમંત્રીની અમેરિકાની મુલાકાત દરમિયાન તે શક્ય બન્યું છે. વિદેશ નીતિનો જ આ પરિણામ છે. ચિપ્સ વિના ભારતના ઓટો ઉદ્યોગની હાલત કફોડી થઈ હતી. હવે વિકસિત ભારત બનાવવા સેમિકન્ડક્ટરની  ટેકનોલોજીને માસ્ટર કરવી એ ભારતની તાતી જરૂરિયાત હતી. પ્રધાનમંત્રીએ અમેરિકાના પ્રમુખ જો બાઈડન સાથે અમેરિકાની ત્રણ કંપની માઈક્રોન, લેમ રિસર્ચ અને અપ્લાઈ મટિરિયલ બનાવતી કંપની ભારતમાં આવવા તૈયાર થઈ હતી. આ જ વિદેશ નીતિની સફળતા છે. એસ. જયશંકરે કહ્યું હતું કે આ શક્ય બન્યું કોરાનાની મહામારીની સમયમાં દુનિયાના અમેરિકા સહિતના 101 દેશોને હાઈડ્રોકિસ ક્લોરોક્વિનનો સપ્લયા આપીને ભારતે અનેક દેશોને મદદ કરી હતી. તેની સાથે જ અન્ય દેશો સાથે બિઝનેસ કરવામાં સલામતીનો માહોલ ઊભો કરવો તે પણ વિદેશ નીતિનો જ હિસ્સો છે. નોર્થ અમેરિકા, યુરોપ અને અખાતના દેશોના સલામત માર્કેટમાં ભારતીય પ્રોડક્ટ્સને માર્કેટ મળે તેનો પ્રયાસ પણ વિદેશ નીતિના માધ્યમથી કરવામાં આવે છે.

અરુણાચલને ભારતથી કોઈ જ અલગ કરી શકશે નહિ

ચીન દ્વારા અરુણાચલ પ્રદેશ પર આક્રમણ કરીને તે વિસ્તારનું નામ બદલી નાખવાની ઘટના અંગે વિદેશ મંત્રી એસ. જયશંકરે જણાવ્યું હતું કે ચીન ભલે નામ બદલી નાખવાની કોશિશ કરી રહ્યું છે, પરંતુ તેના નામ બદલવાર્થી તે વિસ્તાર ચીનને થઈ જવાનો નથી. અરુણાચલ પ્રદેશ ભારતનું અભિન્ન અંગ છે અને રહેશે. લડાખમાં મોજૂદ ભારતીય સેના તેનું કામ સંગીન રીતે કરી રહી જ છે. આ જ રીતે પાકિસ્તાન સરહદી વિસ્તારમાંની તંગદિલી હળવી કરવામાં ફાળો નહિ આપે ત્યાં સુધી તેની સાથે વેપાર થવાની સંભાવના જ ન હોવાનું તેમણે જણાવ્યું હતું. ભારત તેને ત્રાસવાદને કોઈપણ સંજોગોમાં ચલાવી લેવા તૈયાર નથી.

10 Days ago