A part of Indiaonline network empowering local businesses

ગુજરાતના અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ICC પુરુષ વિશ્વ કપનો આજથી આરંભ થઈ રહ્યો છે

News

ગુજરાતના અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ICC પુરુષ વિશ્વ કપનો આજથી આરંભ થઈ રહ્યો છે. આજે પહેલી મેચ ન્યુઝીલેન્ડ અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાશે. દરમિયાન અમદાવાદના મોટેરા વિસ્તારના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ સહિત અન્ય વિસ્તારોમાં સાડા ત્રણ હજારથી વધુ પોલીસ કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા છે.
અમદાવાદના અમારા સંવાદદાતા જણાવે છે કે અમદાવાદ ખાતે 14 ઓક્ટોબરે ભારત-પાકિસ્તાનની રસાકરીભરી મેચ રમાશે. વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ICC પુરુષ ક્રિકેટવિશ્વ કપ 2023 ની શરૂઆતની મેચોનો આજથી આરંભ થશે. મેચ જોવા માટે આવનારા દર્શકોની વિશાળ સંખ્યાને ધ્યાનમાં રાખીને સ્ટેડિયમના મુખ્ય સ્થળો પરક્વિક રિસ્પોન્સ ટીમ્સ (QRT) અને બોમ્બ ડિટેક્શન એન્ડ ડિસ્પોઝલ ટીમ (BDDS) સહિતની વ્યાપક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે.
આકાશવાણી સાથે વાત કરતા ગુજરાત ક્રિકેટ એસોસિએશનના સેક્રેટરી અનિલ પટેલે વધુ માહિતી આપતા આ મુજબ જણાવ્યું હતું
(બાઈટ)
આ ઉપરાંત એસોસિએશ દ્વારા કેન્સર પીડિત 20 ક્રિકેટ ચાહકો અને તેમની સાથે આવેલા ડોક્ટર માટે મેચ જોવા માટે ખાસ વ્યવસ્થા કરી છે. દરમ્યાન અમદાવાદ મેટ્રો રેલ સેવાનો સમય પણ મેચના દિવસોમાં રાત્રે ત્રણ કલાક વધારવામાં આવ્યો છે. (AIR NEWS)

147 Days ago