ગુવાહાટીમાં રમાઇ રહેલા ખેલો ઇન્ડિયા યુવા રમતોત્સવમાં 15સુવર્ણચંદ્રક સાથે મહારાષ્ટ્ર મોખરેરહ્યું છે

News

ગુવાહાટીમાં રમાઇ રહેલા ખેલો ઇન્ડિયા યુવા રમતોત્સવમાં આજે ચોથા દિવસે 21 વર્ષ સુધીની યુવતીઓમાં 800 મીટરમાં કેરળની પ્રિસિલા ડેનીઅલે સુવર્ણચંદ્રક જીત્યો છે, જ્યારે ઉત્તરાખંડના અનુપ માહિમે પુરૂષોની દોડમાં સુવર્ણચંદ્રક મેળવ્યો. 800 મીટરનીયુવાનોની સ્પર્ધામાં તમિળનાડુના પ્રદીપ સેંથીલે સુવર્ણચંદ્રક મેળવ્યો. યુવતીઓની 400 મીટરની દોડમાં દિલ્હીની પ્રીતીએ ચંદ્રક જીત્યો. પુરૂષોની 400 મીટરની દોડમાં ગુજરાતના ધવલ મહેશે સુવર્ણચંદ્રક મેળવ્યો છે. કબડ્ડીમાં હરિયાણાએ ચારેય સુવર્ણચંદ્રક જીતી લીધા છે. ચંદ્રકોમાં 15 સુવર્ણ, 16 રજત અને 29 કાંસ્યચંદ્રક સાથે મહારાષ્ટ્ર ટોચ પર છે. હરિયાણા 13 સુવર્ણ સાથે બીજા ક્રમે અને 12સુવર્ણચંદ્રક સાથે દિલ્હી ત્રીજા ક્રમે છે. (AIR NEWS)

34 Days ago