A part of Indiaonline network empowering local businesses

ચીનના શેનયાંગમાં કોવિડના 4,700 કેસ નોંધાતા, 90 લાખની વસ્તી ધરાવતા શહેરમાં લોકડાઉન

News

ચીનના ઔદ્યોગિક નગર શેનયાંગમાં કોવિડના ચાર હજાર 700 કેસ નોંધાતા સત્તાવાળાઓએ 90 લાખની વસ્તી ધરાવતા આ શહેરમાં લોકડાઉન જાહેર કર્યું છે.

ઉલ્લેખનિય છે કે, ચીનમાં આ મહિને કોવિડના 30 હજારથી વધુ નવા કેસો નોંધાયા છે. આ પૈકી 12 હજાર કેસ છેલ્લા ત્રણ દિવસમાં જ નોંધાયા છે.

ચીનના સ્થાનિક પ્રસાર માધ્યમોના જણાવ્યા મુજબ કોવિડના ફેલાવાના પગલે ચીની સત્તાવાળાઓએ છેલ્લા એકાદ મહિનામાં 70થી વધુ અધિકારીઓને બરતરફ કર્યા છે. (AIRNEWS)

550 Days ago