A part of Indiaonline network empowering local businesses

જંબુગામ કૃષિ સંશોધન કેન્દ્રમાં કેરીની નવી જાત - “આણંદ રસરાજ” વિકસાવવામાં આવી.

news

આણંદ કૃષિ યુનિવર્સિટીએ “આણંદ રસરાજ ગુજરાત કેરી એક” નામની કેરીની નવી જાત વિકસાવી છે.
છોટાઉદેપુર જીલ્લામાં જબુગામ ખાતે વૈજ્ઞાનિકોએ કરેલા વર્ષોના સઘન પ્રયાસોથી ગુજરાતમાં 22 વર્ષના લાંબા ગાળા બાદ કેરીની આ નવી જાત વિકસાવવામાં આવી છે. રાજ્યમાં ખેડૂતો મોટે ભાગે લોકપ્રિય જાત કેસર અને લંગડાની ખેતી કરે છે. કૃષિ યુનિવર્સિટીના પરિયા કેન્દ્ર ખાતે ૨૦૦૦ ની સાલમાં સોનપરી જાતની કેરી વિકસાવી હતી.
આ નવી જાતના આંબા “આણંદ રસરાજ” બજારમાં કેસર કરતાં પણ વધુ સારું ફળ આપે તેવી ક્ષમતા ધરાવે છે. તેને દર વર્ષે ફળ બેસે છે અને લગભગ ૧૧૦ દિવસે પાકી જાય છે. તે સાત થી નવમા વર્ષે હેકટર દીઠ લગભગ ૧ હજાર કિલો જેટલું ફળનું ઉત્પાદન આપે છે.
આ નવી જાતને યુનિવર્સિટીની તમામ સંશોધન સમિતિઓ તેમજ રાજ્યની બીજ સમિતિ દ્વારા મંજૂરી મળી ગયેલ હોઈ હાલમાં આણંદ કૃષિ યુનિવર્સિટી ખેડૂતો તેમજ નર્સરી ઉત્પાદકોની માંગ તથા આગામી વર્ષોને અનુલક્ષીને કલમી છોડના ઉત્પાદન પર કામ કરી રહી છે. (AIR NEWS)

267 Days ago