જમ્મુ અને કાશ્મીર પોલીસના સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન એકમે ગઈકાલે કિશ્તવાડ જિલ્લામાં વિવિધ વિસ્તારોમાં ચાર પાકિસ્તાન સ્થિત આંતકવાદીઓના ઘરો પર દરોડા પાડ્યા છે.
અમારા જમ્મુના સંવાદદાતા ના અહેવાલ મુજબ ગેરકાનૂની પ્રવૃત્તિ નિવારણ અધિનિયમ હેઠળના કેસમાં જમ્મુની વિશેષ NIA કોર્ટમાંથી સર્ચ વોરંટ મેળવ્યા બાદ પેડર, કેશવાન અને ઠાકરાઈ વિસ્તારોમાં દરોડા પાડ્યા હતા.
અગાઉ 18મી મે ના રોજ SIU ની ટીમે જિલ્લામાં ત્રણ શંકસ્પદ વ્યક્તિઓ ઉપરાંત પાંચ આંતકવાદીઓના ઘરો પર દરોડા પાડ્યા હતા. જેઓ હાલમાં પાકિસ્તાન અને પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીરથી કાર્યરત છે. (AIR NEWS)