A part of Indiaonline network empowering local businesses Chaitra Navratri

જળસંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયાએ સુરેન્દ્રનગરમાં અધિકારીઓ સાથે બેઠક યોજી હતી

news

જળસંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયાએ સુરેન્દ્રનગરમાં પાણી પુરવઠા, સિંચાઈ, સૌની યોજના, વાસ્મો, સુજલામ સુફલામ અને અન્ન, નાગરિક પુરવઠા વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં મંત્રીએ વિવિધ વિભાગોની કામગીરી અંગે વિસ્તૃત ચર્ચા કરી અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. તેમણે જિલ્લાના વિવિધ ગામોમાં પાણીના પ્રશ્નો અંગે વિગતવાર માહિતી મેળવી અધિકારીઓને જરૂરી સૂચનો કર્યા હતા. ઉનાળાને ધ્યાનમાં લઈને દરેક વિસ્તારમાં પાણી પુરવઠો નિયમિત મળી રહે તે માટેના આયોજનની વિગતો મેળવી હતી. જિલ્લામાં ડેમની સ્થિતિ, પાણી પુરવઠા યોજનાનાં કામો, વાસ્મોના કામો ચાલુ થવાનાં બાકી હોય તેનો વિગતવાર અહેવાલ મેળવી આદેશ કર્યા હતા. દસાડા તાલુકાના નાના રણમાં અગરિયાઓને જરૂરી પાણી પુરવઠો નિયમિત મળી રહે તે સુનિશ્ચિત કરવા જણાવ્યું હતું. (AIR NEWS)

7 Days ago