आपकी जीत में ही हमारी जीत है
Promote your Business

જાપાનના કોબે સિટી અને અમદાવાદ શહેર વચ્ચે સિસ્ટરસીટી એગ્રીમેન્ટ થયા

News

જાપાનના કોબે સિટી અને અમદાવાદ શહેર વચ્ચે ગઇકાલે સિસ્ટરસીટી એગ્રીમેન્ટ કરવામાં આવ્યા. અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન ખાતે યોજાયેલા કાર્યક્રમમાં કોબે સીટીના મેયર સહિતના જાપાનીઝ વેપારી પ્રતિનિધિમંડળને સંબોધતા નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલે જણાવ્યું હતું કે, આ એગ્રીમેન્ટથી અમદાવાદ શહેરના વિકાસના નવા દ્વાર ખુલશે.
તેમણે વધુમાં કહ્યું કે, જાપાનની માળખાકીય સગવડો અને અમદાવાદની જરૂરિયાત વચ્ચે આ એગ્રીમેન્ટથી એક સેતુ રચાશે તે અમદાવાદ શહેરના સુનિયોજીત વિકાસ માટે ઉપયોગી બનશે. આ ઉપરાંત, આ એગ્રીમેન્ટથી જાપાનની કંપનીઓ ગુજરાતમાં રોકાણ કરવા માટે પ્રોત્સાહિત થશે. (AIR NEWS)

66 Days ago

Download Our Free App