A part of Indiaonline network empowering local businesses Chaitra Navratri

જી 20 સ્ટાર્ટ અપ 20 જૂથની પ્રારંભિક બેઠક આજે હૈદરાબાદમાં યોજાશે

News

જી 20 સ્ટાર્ટ અપ 20 જૂથની પ્રારંભિક બેઠક આજે હૈદરાબાદમાં યોજાશે. જી 20 દેશોના પ્રતિનિધિઓ અને નિરીક્ષક દેશોના નવ વિશેષ આમંત્રિતો, ભારતીય સ્ટાર્ટઅપ ઉપરાંત આંતરાષ્ટ્રીય સંસ્થાઓના પ્રતિનિધિઓ આ બેઠકમાં ભાગ લેશે. બે દિવસીય આ બેઠકમાં આગામી વર્ષોમાં જી 20 દેશોની ઉદ્યોગ સાહસિકતા અને નવીનતાની પ્રાથમિકતાઓ અંગે નીતિગત બાબતો અંગે ચર્ચા થવાની અપેક્ષા છે. સ્ટાર્ટ અપ, કોર્પોરેટ, રોકાણકારો, સંશોધન એજન્સીઓ અને અન્ય મુખ્ય ઇકો સિસ્ટમના પ્રતિનિધિઓ વચ્ચે સ્ટાર્ટ અપને ટેકો આપવા અને પ્રોત્સાહન આપવા માટે આ બેઠકમાં ચર્ચા હાથ ધરાશે.
આ વર્ષે ત્રીજી જુલાઈએ ગુરૂગ્રામ ખાતે આયોજિત મુખ્ય પરિષદ પહેલાં દેશના વિવિધ ભાગોમાં ત્રણ પરિષદો યોજાવાની છે. સ્ટાર્ટ અપ 20 ની શરૂઆતની બેઠકમાં સત્તાવાર નીતિ અંગે ચર્ચા વિચારણા થાય તેવી અપેક્ષા છે. સામાન્ય રીતે સ્ટાર્ટ અપ, સરહદ પારના સહયોગને પ્રોત્સાહન ઉપરાંત, વિશ્વભરમાં સ્ટાર્ટઅપ વ્યવસ્થા માટે વૈશ્વિક સંપર્ક તરીકે સ્ટાર્ટ અપ 20 પ્રોત્સાહન આપવામાં મદદ કરશે તેવી અપેક્ષા છે. (AIR NEWS)

57 Days ago