ગુજરાત ઉર્જા વિતરણ કંપની – જેટકો દ્વારા કચ્છ અને સૌરાષ્ટ્રના 10 જીલ્લાઓમાં બિપરજોય વાવાઝોડાથી અસરગ્રસ્ત વિસ્તારોમાં વીજપુરવઠો ફરીથી શરૂ કરાયો છે.
જેટકોના બે હજાર કર્મચારીઓની 100 ટીમ દ્વ્રારા સતત અને અથાક પરિશ્રમના કારણે અસરગ્રસ્ત વિસ્તારોમાં વીજપુરવઠો પૂર્વવત પ્રસ્થાપીત કરી શકાયો છે.
ચક્રવાતના કારણે સૌરાષ્ટ્ર અને કચ્છના 391 સબસ્ટેશન, 675 વીજવહન લાઇનો, 43 એચ-ફ્રેમ માળખાઓ અને 8 વીજવહન ટાવરોને નુકસાન થયું હતું.
પાવર બેકઅપની કામગીરી માટે જરૂરી ટાવર અને ટ્રાન્સમીશન લાઇનના પુનઃસ્થાપનની કામગીરી ચાલી રહી છે. (AIR NEWS)