મહાત્મા ગાંધીજીએ જેમને રાષ્ટ્રીય શાયરનું બિરુદ આપ્યું છે એવા ઝાલાવાડના સપૂત કવિ, લેખક ,પત્રકાર ઝવેરચંદ મેઘાણીની આજે 74 મી પુણ્યતિથિ નિમિત્તે તેમના જન્મસ્થળ ચોટીલા ખાતે પુષ્પાંજલી કાર્યક્રમ યોજાયો હતો. જિલ્લા પોલીસ વડા મહેન્દ્ર બગડીયા ના હસ્તે મેઘાણીજીના પુસ્તકોનું પ્રદર્શન ખુલ્લું મુકવામાં આવ્યું હતું . ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન અનેચોટીલા એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સાંજે પાંચ વાગ્યાથી "મેઘાણીવંદના" કસુંબલ ડાયરાનું પણ આયોજન કરવામાં આવેલ છે ,જેમાં અભેસિંહ રાઠોડ, લલીતાબેન ઘોડાદરા, ધીરુભાઈ સરવૈયા સહિતના લોકસાહિત્યકારો મેઘાણીની કૃતિઓ રજૂ કરશે (AIR)