ટેક મહિન્દ્રા તેમજ ફ્લૂર કોર્પોરેશનના અધ્યક્ષે ગઇકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૌજન્ય મુલાકાત લીધી હતી. ટેક મહિન્દ્રાએ અમેરિકાની કંપની ફ્લૂર કોર્પોરેશનના સહયોગથી અમદાવાદમાં સેન્ટર ઓફ એક્સલન્સ ઓન ડીજીટલાઇઝેશન શરૂ કર્યું છે. રાજ્યમાં અત્યારસુધીમાં માહિતી ટેકનોલોજી નીતિ અંતર્ગત ૨૯ હજાર નવી રોજગારી પૂરી પાડવા માટે ૧૭ જેટલા કરાર પર હસ્તાક્ષર થયા છે.
મુખ્યમંત્રીએ બંને કંપનીની કાર્યરીતિની પ્રશંસા કરી અને કહ્યું કે, રાજ્ય સરકાર અને ટેક મહિન્દ્રા વચ્ચે કરાર થયાના છ મહિનાની અંદર જ આ સેન્ટર ઓફ એક્સેલન્સ શરૂ કરવામાં આવ્યું છે, તે બંને કંપનીની પ્રતિબદ્ધતા દર્શાવે છે. મુખ્યમંત્રીએ જણાવ્યું કે, રાજ્ય સરકાર બંને કંપનીઓને જરૂરી તમામ સહકાર પૂરો પાડશે. (AIR NEWS)