ભારત આયરલેન્ડ વચ્ચે રમાયેલી બીજી T20 મેચમાં ભારતે આયર્લેન્ડને 33 રનથી પરાજય આપ્યો છે. ગઇકાલે ડબલિનમાં રમાયેલી મેચમાં ભારતના ઋતુરાજ ગાયકવાડના 58 અને સંજુ સેમસનના 40 રનની મદદથી નિર્ધારિત 20 ઓવરમાં ભારતે 185 રન કર્યા હતા. જેની સામે આયર્લેન્ડ, 8 વિકેટે માત્ર 152 રન કરી સક્યુ હતું જેથી ભારતનો 33 રને વિજય થયો હતો. રીન્કુ સિંઘને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરાયો હતો.
આ સાથે ભારતે 2-0 ની સરસાઈથી 3 મેચોની આ શ્રેણીમાં જીત નિશ્ચિત કરી લીધી છે. આ શ્રેણીની ત્રીજી અને અંતિમ મેચ ભારતીય સમય મુજબ બુધવારે સાંજે 7:30 વાગ્યે રમાશે (AIR NEWS)