કેન્દ્ર સરકારે રાજ્ય સરકારો સાથે ગાઢ સંકલનમાં રહીને આયાતકારો, મિલરો, સ્ટોકિસ્ટો અને વેપારીઓ દ્વારા રાખવામાં આવેલા તુવેરના જથ્થા પર દેખરેખ રાખવા માટે એક સમિતિની રચના કરી છે.
પૂરતી માત્રામાં આયાત છતાં બજારમાં વેપારીઓ જથ્થો જાહેર કરતા નથી તેવા અહેવાલોના પગલે ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલયે જણાવ્યું કે, અધિક સચિવ નિધિ ખરેના અધ્યક્ષતાપદે સમિતિની રચના કરવામાં આવી છે.
મંત્રાલયે જણાવ્યું કે, સરકાર આગામી મહિનાઓમાં બિનજરૂરી ભાવ વધારાના સંજોગોમાં જરૂરી આગોતરાં પગલાં લેવા માટે સ્થાનિક બજારમાં અન્ય કઠોળના જથ્થાની સ્થિતિ પર નજર રાખી રહી છે. આ અગાઉ, સરકારે ગયા વર્ષે ઓગસ્ટમાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને આવશ્યક ચીજવસ્તુ ધારા હેઠળ તુવેરના સંદર્ભમાં જથ્થો જાહેર કરવા માટે એક સલાહ આપી છે. (AIR NEWS)