A part of Indiaonline network empowering local businesses

ત્રણ વન ડે મેચની શ્રેણીની પહેલી મેચમાં ગઈકાલે ભારતે ઓસ્ટ્રેલિયાને પાંચ વિકેટ હાર આપી છે

News

ક્રિકેટમાં, ભારતે ગઈકાલે ત્રણ મેચની શ્રેણીની પ્રથમ વનડેમાં ઓસ્ટ્રેલિયાને પાંચ વિકેટે હરાવ્યું છે. ઓસ્ટ્રેલિયાએ આપેલા 277 રનના લક્ષ્યાંકનો સામે ભારતે પાંચ વિકેટ ગુમાવીને 281 રન બનાવ્યા હતા. ભારતના ચાર બેટ્સમેનોએ અડધી સદી ફટકારી હતી. ભારત તરફથી શુભમન ગીલે 74 રન તથા રુતુરાજ ગાયકવાડે 71 રન બનાવીને ભારતને મજબૂત શરૂઆત અપાવી હતી. કેપ્ટન કેએલ રાહુલે 58 અને સૂર્ય કુમાર યાદવે 50 રન બનાવ્યા હતા. તથા ભારત તરફથી મોહમ્મદ શમીએ પાંચ વિકેટ ઝડપી હતી. અગાઉ, બેટિંગમાં ઉતરતા, ઓસ્ટ્રેલિયાએ 50 ઓવરમાં 276 રનમાં ઓલઆઉટ થયું હતું.
મોહમ્મદ શમી ને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.આ સાથે જ ભારત હવે શ્રેણીમાં 1-0થી આગળ છે. બીજી વનડે આવતીકાલે ઈન્દોરના હોલકર સ્ટેડિયમમાં રમાશે. (AIR NEWS)

159 Days ago