રાજ્યના કેટલાક વિસ્તારોમાં આજે બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ક્યાંક વરસાદ કે કરા સાથે વરસાદ થયો હતો. આજે કચ્છ, તાપી, ભરૂચ, સાપુતારા અને સુરતમાં અનેક સ્થળે કરા અને ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો. અરવલ્લી, ડાંગ, ગીર સોમનાથ, વડોદરા, ગાંધીનગર, છોટાઉદેપુર, જૂનાગઢ, મહીસાગર અને બોટાદ જિલ્લાઓમાં પણ અનેક વિસ્તારોમાં હળવા વરસાદી ઝાપટાં પડ્યાં છે. હવામાન વિભાગની આગાહી અનુસાર હજી પાંચ દિવસ ઉત્તર અને મધ્ય ગુજરાતમાં હળવો વરસાદ થશે. (AIR NEWS)