દેશના કેટલાક ભાગોમાં આજે મકરસંક્રાંતિનું પર્વ ઉલ્લાસપૂર્વક ઉજવવામાં આવી રહ્યું છે

News

દેશના કેટલાક ભાગોમાં આજે મકરસંક્રાંતિનું પર્વ ઉલ્લાસપૂર્વક ઉજવવામાં આવી રહ્યું છે. હિન્દુ શાસ્ત્ર પ્રમાણે સૂર્યને બધા ગ્રહોનો રાજા માનવામાં આવે છે અને આજે સૂર્ય ઉત્તર ગોળાર્ધમાં પ્રવેશ કરશે. આ ઉત્સવ ધાન્ય, સુખાકારી અને સમૃદ્ધિ માટે ધરતીમાતાનો આભાર માનવા માટે પણ ઉજવાય છે. ગુજરાતમાં મકરસંક્રાંતિ ઉત્તરાયણ તરીકે ઓળખાય છે અને તેનું મુખ્ય આકર્ષણ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ છે. આંધ્રપ્રદેશમાં ભોગી, સંક્રાંતિ, કનમા અને મુક્કનુમા નામે 4 દિવસીય તહેવાર ઉજવવામાં આવે છે. તમિલનાડુમાં ભોગીના દિવસે આવતીકાલે પોંગલ ઉત્સવને આવકારવા માટે બિનજરૂરી સામગ્રીનો નિકાલ કરવામાં આવશે. (AIR NEWS)

44 Days ago