દેશના સૌથી વધુ રોકડ વ્યવહાર ધરાવતાં ટોલ પ્લાઝા માટેના ફાસ્ટ ટેગના ધારાધોરણોમાં ૩૦ દિવસ સુધી છૂટ.

News

કેન્દ્ર સરકારે વધુ રોકડ ધરાવતાં ધોરીમાર્ગ પરના ૬પ ટોલ પ્લાઝા એટલે કે વેરા વસુલાત કેન્દ્રો માટેના ફાસ્ટ ટેગના ધારા ધોરણો હળવા બનાવ્યા છે.
સંબંધિત ટોલ પ્લાઝાઓને આગામી ૩૦ દિવસ સુધીમાં રપ ટકા જેટલી લેનને હાઇબ્રીડ એટલે કે ફાસ્ટ ટેગ લેન અને રોકડ વસુલાત એમ બંને વ્યવસ્થા ધરાવતી લેન બનાવવાની સુચના અપાઇ છે.
રાષ્ટ્રીય ધોરીમાર્ગ સત્તા મંડળ – એનએચએઆઇ દ્વારા કરાયેલી વિનંતીને ધ્યાનમાં લઇને નાગરીકોને તકલીફ ન પડે તે હેતુથી સરકારે આ નિર્ણય લીધો છે. ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારે ગત ૧પ ડિસેમ્બરથી રાષ્ટ્રીય ધોરીમાર્ગોના તમામ ટોલ પ્લાઝા ઉપર ફાસ્ટ ટેગ આધારિત વ્યવસ્થા ગોઠવવાનો આદેશ આપ્યો હતો. (AIR NEWS)

32 Days ago